મેષ રાશિ
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં તમારા સામે કેટલીક મુશ્કેલીઓ આવશે પરંતુ તમે તમારી કાર્યક્ષમતાથી તેને દૂર કરવામાં સક્ષમ રહેશો. પરિવારના લોકો વચ્ચે સામંજસ્ય બની રહેવાથી સંબંધોમાં મધુરતા વધશે. જેને કારણે તમારી ખુશીમાં વધારો થશે. વેપારમાં જો કોઈપણ પ્રકારની લેવડદેવડ કરવાનું વિચારી રહ્યા હોય તો આજનો દિવસ તેના માટે ઉત્તમ રહેશે. જુના રોકાણનો આજે લાભ મળશે. તમે તમારા સંતાનોના ભવિષ્ય માટે બચત કરશો.
વૃષભ રાશિ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેવાનો છે. નાના વેપારીઓને આજે વધારે લાભ મળવાની સંભાવના દેખાઈ રહી છે. જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરેલ હોય તો તેનાથી તમને લાભ મળશે. આજે તમે તમારા મહત્વના કામમા તમારા ભાઈની સલાહ લેશો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજનો દિવસ તમને ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો છે. સાંજના સમયે તમે તમારા પરિવારના સભ્યો સાથે વાતચીત કરવામાં સમય પસાર કરશો. નોકરી કરતા જાતકોએ પોતાના કામમાં વધારે ધ્યાન આપવું જેથી કામ સમયસર પૂરા થતા જાય.
મિથુન રાશિ
આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે. સંતાન પક્ષ તરફથી કરવામાં આવેલા કામોમાં આજે તમને ખુશીના સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારા મનોબળમાં વધારો થશે. આજે તમે મિત્રો સાથે યાત્રા પર જઈ શકો છો, જેનાથી તમારી જૂની યાદો તાજી થશે. ભાગીદારીમાં કોઈ વેપાર કરવા ઈચ્છતા હોય તો તેનાથી તમને લાભ મળશે. નોકરી કરતા લોકોએ વાણીમાં મધુરતા બનાવી રાખવી, જેથી ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો મધુર બને.
કર્ક રાશિ
આજે તમે શુભમ કામ ઉપર પૈસા ખર્ચ કરશો. સામાજિક કામમાં આગળ પડતા રહીને ભાગ લેશો જેમાં તમારા માન સન્માનમાં વધારો થશે. વેપારમાં તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય તમારા માટે લાભદાયક રહેશે. સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થવાથી તમે રાહત અનુભવશો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોને લગ્ન માટે પરિવારના સભ્યોની મંજૂરી મળી શકે છે. સાંજના સમયે તમે તમારા માતા પિતાની સેવા કરીને ખુશી અનુભવશો.
સિંહ રાશિ
આજનો દિવસ તમારા માટે ઉન્નતિ ભરેલો રહેશે. સાંસારિક સુખના સાધનો ઉપર પૈસા ખર્ચ થશે અને તમારું મન ખુશ રહેશે. આજે તમે તમારી દૈનિક જરૂરિયાતો પૂરી કરશો. નોકરી કરતા લોકોને તેના સહ કર્મચારીઓનો સહયોગ મળશે. સાંજના સમયે જો કોઇ વાદ વિવાદ ચાલી રહેલો હોય તો તેનો ઉકેલ લાવવામાં તમે સફળ રહેશો. તમે તમારા જીવનસાથી માટે કોઈ ભેટ ખરીદી શકો છો. આજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.