વાસ્તુ અનુસાર કોઈ પણ ઘરમાં મંદિરનું સ્થાન સૌથી મહત્વપુર્ણ હોય છે. મંદીરને લઇને વાસ્તુશાસ્ત્રમાં ઘણા નિયમ જણાવવામાં આવેલ છે. આ નિયમો અનુસાર મંદિરમાં અમુક વસ્તુઓ એવી હોય છે, જે બિલકુલ પણ રાખવી શુભ માનવામાં આવતી નથી. કહેવામાં આવે છે કે આ વસ્તુઓ મંદિરમાં હોવાથી પુજા કરવામાં મન એકાગ્રચિત્ત થઈ શકતું નથી અને સાથોસાથ ઘરમાં ધન-સંપત્તિનો નુકસાન પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ કે મંદિરમાં કઈ વસ્તુઓ ભુલથી પણ રાખવી જોઈએ નહીં.
ભુલથી પણ આ સ્થાન પર ન રાખવું મંદિર
ઘણી વખત જોવામાં આવે છે કે અમુક લોકો જગ્યાની કમીને લીધે પુજા ઘરને સ્ટોર રૂમમાં બનાવી દેતા હોય છે. આવું કરવું વાસ્તુશાસ્ત્ર અનુસાર બિલકુલ પણ શુભ માનવામાં આવતું નથી. ભુલથી પણ પુજા ઘર એવી જગ્યા પર રાખવું જોઈએ નહીં. જ્યાં નકામો સામાન અથવા ભંગાર રાખવામાં આવતો હોય જો તમારા ઘરમાં જગ્યા ની કમી છે, તો ઉત્તર-પુર્વ ખુણામાં એક લાકડાની ચોકી સ્થાપિત કરીને ત્યાં પોતાનું મંદિર રાખી શકો છો, પરંતુ એવા સ્થાન પર મંદિર બનાવવું જોઈએ નહીં જ્યાં નકામો સામાન રાખવામાં આવતો હોય.
પુજાઘરમાં વાસી ફુલ રાખવા નહીં
લોકો દરરોજ પોતાના મંદિરને ફુલોથી સજાવટ કરે છે તે ખુબ જ સારી વાત છે કે ભગવાનની પુજામાં ફુલ જરૂરથી રાખવામાં આવે, પરંતુ ઘણી વખત જોવામાં આવે છે કે અમુક લોકો પુજામાં ચઢાવવામાં આવેલા ફુલ પણ મંદિરના કોઇ ખુણામાં રાખી દેતા હોય છે તે બિલકુલ પણ સારી આદત નથી. વાસ્તુશાસ્ત્રના હિસાબથી તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં રાખવા એટલે કે દરિદ્રતાને નિમંત્રણ આપવા જેવું છે. તે સિવાય અકાળ મૃત્યુ, મંગળ દોષ અથવા વિવાહમાં વિલંબ જેવી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.
પુજાઘરમાં મુર્તિઓને લઈને નિયમ
પુજાઘરમાં મુર્તિઓને લઈને એવો નિયમ બનાવવામાં આવેલ છે કે ગૃહસ્થ લોકોએ મોટી મુર્તિઓ મંદિરમાં રાખવી જોઈએ નહીં. તમે તેના સ્થાન પર તસ્વીર અથવા નાની મુર્તિ રાખી શકો છો અને કોઈ પણ ભગવાનને એકથી વધારે તસ્વીર અથવા પ્રતિમા રાખવી જોઈએ નહીં.
પુર્વજોની તસ્વીર લગાવવી નહીં
પુજા ઘરમાં ભુલથી પણ પોતાના પુર્વજોની તસ્વીર બિલકુલ પણ લગાવવી જોઈએ નહીં. શાસ્ત્રોમાં તેને બિલકુલ પણ યોગ્ય માનવામાં આવેલ નથી. પુર્વજોની તસ્વીર મંદિરમાં લગાવવાને બદલે તમે પોતાના ઘરની દક્ષિણ દિવાલ ઉપર લગાવી શકો છો. આવું કરવાથી પિતૃઓ તમારી ઉપર પ્રસન્ન રહે છે.
પુજા ઘરમાં શંખ
એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે પુજા ઘરમાં એકથી વધારે શંખ રાખવા નહીં. પુજા માટે ફક્ત એક જ શંખનું દરરોજ પ્રયોગ કરવો જોઇએ. શંખને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે, એટલા માટે તેને દરરોજ બદલવો બિલકુલ પણ યોગ્ય નથી. મંદિરને રસોઈ ઘર બનાવવું પણ વાસ્તુશાસ્ત્રના હિસાબથી યોગ્ય માનવામાં આવતું નથી.
બાળગોપાળ ને લઈને રાખો આ વાતનું ધ્યાન
જો તમારા પુજાઘરમાં બાળગોપાળ છે, તો દરરોજ નિયમથી તેમની સેવા કરવી જોઈએ. દરરોજ તેમને સ્નાન કરાવીને તેના વસ્ત્ર બદલો. દરરોજ તેમને ત્રણ સમયે ઓછામાં ઓછો ભોગ અને પ્રસાદ અર્પિત કરો. તેની સાથે જ તે વાતનું ખાસ ધ્યાન રાખો કે ઘરેથી જો તમે કોઈ જગ્યાએ બહાર જાવ છો તો બાળગોપાળ ને પણ પોતાની સાથે લઈને જવા અથવા તેમને અન્ય કોઈને સોંપી ને જવા જોઈએ, જે દરરોજ નિયમથી તેમના પુજાપાઠ કરી શકે.
મંદિરમાં ન રાખો આ વસ્તુઓ
મંદિરમાં ભુલથી પણ કોઈ એવી વસ્તુ રાખવી જોઈએ નહીં જે ધારદાર હોય. કહેવામાં આવે છે કે મંદિરમાં લોખંડની ધારદાર વસ્તુઓ રાખવાથી તમારી ઉપર શનિનો દુષ્પ્રભાવ પડે છે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. મંદિરમાં જો તમે ભોગ અને પ્રસાદમાં ફળ આપવા માટે ચાકુ નો પ્રયોગ કરો છો, તો તેને તુરંત પ્રયોગ બાદ મંદિરના સ્થાનથી હટાવી દેવા જોઇએ.