જો તમને સોમવારે આ સાત સંકેતો મળે તો જાણી લો કે શિવજી પ્રસન્ન છે અને તમારો સારો સમય શરૂ થવાનો છે.

Posted by

શિવજી ક્યારે ગુરુના રૂપમાં આ સંસારને યોગદાન આપે છે તો એક વૈરાગી ના રૂપમાં પોતાના ભક્તોની વચ્ચે આવીને રહે છે. શિવજીની મહિમા અપરંપાર છે. શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. કારણ કે તે પોતાના ભક્તોમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ કરતા નથી. જે ભક્ત સાચા મનથી શિવજીની આરાધના કરે છે તેમની મનોકામના અવશ્ય પુર્ણ કરે છે, પછી તે ભક્ત દાનવ હોય, માનવ હોય, દેવતા હોય કે પશુ-પક્ષી હોય, તેઓ બધાની ઉપર પોતાની કૃપા વરસાવે છે.

સોમવારનો દિવસ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. આ દિવસે ભગવાન શિવ શક્તિ રૂપમાં મંદિરમાં ઉપસ્થિત રહે છે અને પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે, એટલા માટે શિવપુરાણમાં સોમવારનો દિવસ શિવજીની પુજા કરવા માટે યોગ્ય માનવામાં આવે છે. જે પણ વ્યક્તિ સાચા મનથી સોમવારના દિવસે પુજા કરે છે, શિવજી ને તેમની પ્રિય વસ્તુ ચડાવે છે તથા દુધ અથવા જળથી અભિષેક કરે છે, શિવજી આવા વ્યક્તિ ઉપર પોતાની કૃપા દૃષ્ટિ હંમેશા જાળવી રાખે છે અને તેના જીવનમાં આવતા બધા જ સંકટને દુર કરે છે.

શિવજી જ્યારે પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થાય છે તો તેને ઘણા પ્રકારના સંકેત આપે છે. જો કોઈ વ્યક્તિને આવા સંકેત સોમવારના દિવસે મળે છે તો તેને સમજી જવું જોઈએ કે મહાદેવ તેની ભક્તિથી પ્રસન્ન છે અને ખુબ જ જલદી તેના જીવનનો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને તેના સારા દિવસ આવવાના છે.
આ સંકેત પ્રકૃતિ દ્વારા અને પશુ-પક્ષી દ્વારા શિવજીના ભક્તોને મળે છે. એટલા માટે તમે પણ આ સંકેતોને જાણી લો. તો ચાલો તમને જણાવીએ તે સંકેતો વિશે જેના પરથી તમે જાણી શકો છો કે શિવજી તમારી ઉપર પ્રસન્ન છે અને તમારી બધી જ મનોકામના જલ્દી પુરી થવાની છે.

જો સોમવારના દિવસે કોઈ વ્યક્તિની ઊંઘ બ્રહ્મમુહુર્તમાં અચાનક ખુલી જાય છે અને તેને આકાશમાં ચંદ્ર દર્શન થાય છે, તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આવા વ્યક્તિની ભક્તિથી મહાદેવ પ્રસન્ન થયેલા હોય છે અને તેને ખુબ જ જલદી કોઈ સારા સમાચાર મળી શકે છે. ચન્દ્ર શિવજીના મસ્તક ઉપર બિરાજમાન છે એટલે બ્રહ્મ મુહુર્તમાં ચંદ્રના દર્શન થવા અત્યંત શુભ માનવામાં આવે છે.

સોમવારનાં દિવસે જો કોઈ કાર્ય કરતા સમયે તમે બહાર નીકળો છો અને રસ્તામાં તમને સફેદ રંગ નંદીના દર્શન થાય છે, તો તેને શિવજીનો સંકેત માનવામાં આવે છે. આવા વ્યક્તિ ઉપર શિવજી ખુબ જ વધારે પસંદ હોય છે. નંદી શિવજીનું વાહન છે અને અચાનક થી નંદીના દર્શન થવા તમારા જીવનમાં શુભ સંકેત દર્શાવે છે.

ભગવાન શિવ પોતાના ગળામાં નાગને ધારણ કરે છે. શિવજીને નાગ અત્યંત પ્રિય છે, એટલા માટે સોમવારના દિવસે નાગ દેવતાનાં દર્શન થાય છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને આવો સંકેત મળે તો માનવું જોઈએ કે શિવજી તમારી પુજાથી પ્રસન્ન છે અને નાગદેવતાના દર્શન થવાથી તમારી ખુબ જ જલ્દી આર્થિક ઉન્નતિ થવાની છે. તમારા જીવનમાં રહેલી ગરીબીનો અંત થઇ જશે અને તમને પોતાના જીવનમાં અઢળક ધન પ્રાપ્ત થશે.

સોમવારના દિવસે તમને જો કોઈ પતિ પત્ની એકાંત સ્થાન પર બેસીને વાત કરતા જોવા મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. આ શુભ સંકેત માતા પાર્વતી અને શિવજીના દર્શન સમાન છે. જો તમે કોઈ કામ માટે નીકળી રહ્યા છો તો તમને તે કામમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.

સોમવારના દિવસે ઘરે કાળો કુતરો આવવો શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી તમારા ઘરમાં રહેલ દરેક પ્રકારની નકારાત્મકતા નો અંત થઈ જાય છે. તેનો મતલબ છે કે હવે તમારો ખરાબ સમય સમાપ્ત થઈ ચુક્યો છે અને હવે ખુબ જ જલ્દી તમારો સારો સમય શરૂ થઈ જશે. જો તમે કોઈ કામ થી બહાર જઇ રહ્યા છો અને તમને રસ્તામાં પાણી ભરેલો અથવા તો દુધ ભરેલો ઘડો જોવા મળે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. આ વાત તે તરફ સંકેત કરે છે કે તમે જે કામ કરવા જઈ રહ્યા છો તેમાં તમને અવશ્ય સફળતા મળશે.
તે સિવાય સોમવારના દિવસે જો તમને કોઈ ભસ્મ લગાવેલ વ્યક્તિ જોવા મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. સોમવારના દિવસે તમારે પોતાના કપાળ પર ભસ્મ લગાવીને બહાર નીકળવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં આવતું મોટામાં મોટું સંકટ પણ દુર થઈ જાય છે. સોમવારના દિવસે જો તમને ભસ્મ લગાવેલ કોઈ વ્યક્તિ રસ્તામાં મળે છે તો સમજી લેવું જોઇએ કે ભગવાન શિવજી તમારી ભક્તિથી પ્રસન્ન છે અને તમારો સારો સમય શરૂ થવાનો છે.