તુલા રાશિ
આજનો દિવસ તમારા ઘન અને પરાક્રમમાં વધારા માટેનો દિવસ રહેશે. જો લાંબા સમયથી કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તેમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે અને તમારી સંપત્તિમાં પણ વધારો થશે. આજે સંતાનોના કામમાં સફળતા મળવાથી તેના ભવિષ્યની ચિંતા દૂર થશે. માર્કેટિંગ અને સેલ્સ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ નફાકારક સાબિત થશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છતા હોય તો સાંજનો સમય તમારા માટે ઉત્તમ રહેશે.
વૃશ્ચિક રાશિ
આજના દિવસે તમારા પ્રભાવ અને પ્રતાપમાં વધારો થશે. સામાજિક સેવા સાથે જોડાયેલા લોકોને વધારે લાભના અવસર મળશે તેમજ કેટલાક નવા મિત્રો બનશે. કાર્યક્ષેત્રમાં આજે તમારા કામ સમયસર પૂરા થતા જશે જેથી તમારી જ બધી ચિંતા દૂર થશે. આજે કોઈ જૂની સમસ્યાનું સમાધાન શોધવામાં તમે સફળ રહેશો. સાંજના સમયે તમારા પરિવારના સભ્યો સાથે માંગલિક કાર્યક્રમમાં હાજર થઇ શકો છો. જેમાં તમારી મુલાકાત કેટલાક પ્રભાવશાળી લોકો સાથે થશે. આજે તમારા વેપાર ધંધાને લઈને કોઈ સૂચના મળી શકે છે.
ધન રાશિ
આજનો દિવસ તમારા માટે નિશ્ચિત રૂપે ફળદાયક રહેશે. આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે કારણ કે આવકના ઘણા બધા સાધનો ઊભા થઈ શકે છે જેને લીધે તમારા ભવિષ્ય માટે તમે બચત પણ કરી શકશો. નોકરી કરતા જાતકોને આજે તેના સહયોગીઓનો સાથ મળશે જેથી એ લોકો તેના કામો સમયસર પૂરા કરી શકશે. સાંજનો સમય તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ મળશે જેને પરિવારના સભ્યો દ્વારા મંજૂરી આપવામાં આવશે.
મકર રાશિ
આજનો દિવસ તમારા વ્યવસાયિક ક્ષેત્ર માટે પ્રગતિનો રહેશે. સંતાનોને જો કોઈ કોર્ષમાં એડમીશન અપાવવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે દિવસ ઉતમ રહેશે. રાજનૈતિક અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવા સંપર્ક બની શકે છે. નોકરીમાં આજે કોઈ મહત્વનું કામ તમને સોપવામાં આવશે જેમાં તમારા સહયોગીઓની મદદ લઈને તમે કામ સારી રીતે પૂરું કરી શકશો. આજે કામનું ભારણ વધારે રહેવા છતાં તમે પરિવારના સભ્યો માટે સમયે મેળવવામાં સફળ રહેશો. આજે તમારા માતાનું આરોગ્ય સારું રહેવા છે તમારી ચિંતા દૂર થશે.
કુંભ રાશિ
આજનો દિવસ તમારા કામકાજમાં ખાસ યોગદાન આપનાર રહેશે. જો તમે તમારા વ્યવસાય માટે કોઈ જાણકારની સલાહ લો તો આગળ જતા તેમાં તમને ઘણો લાભ મળવાની આશા રહેશે. જીવનસાથી સાથે તમે એકલા સમય પસાર કરશો તેનાથી તમારા પ્રેમમાં વધારો થશે. તમારા પરિવારની દૈનિક જરૂરિયાત પૂરી કરવા માટે પૈસા ખર્ચ કરશો. તમારૂ મન પ્રસન્ન રહેવાથી પરિવારના સભ્યો સાથે નાની-મોટી પાર્ટીનું પણ આયોજન કરી શકો છો.
મીન રાશિ
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. પરિવારના સભ્યો સાથે બેસીને કોઈ જરૂરી મુદ્દાઓ પર વાતચીત કરી શકો છો. બહેનના લગ્નમાં આવી રહેલી અડચણો પરિવારના લોકોની મદદથી દૂર થશે. રોજગારની દિશામાં કામ કરતા લોકોને સારા એવા અવસર મળશે તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં સફળતા મળશે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. સાંજના સમય તમે તમારા મિત્રોને મળીને જૂની યાદો તાજી કરશો.