ભારતમાં રહેવા વાળો કોઈ પણ વ્યક્તિ માટે આધ્યાત્મિકતા ખુબ જ મહત્વ ધરાવે છે. અહીંયાના લોકોનું મુળ આધ્યાત્મિકતા સાથે જોડાયેલ છે, એટલા માટે તો આપણને જીવનમાં જ્યારે કોઈ પણ કષ્ટ ઘેરી લે છે, તો આપણને સૌથી પહેલા ઈશ્વરની જ યાદ આવે છે. દરેક લોકો પોતાની રીતે ઈશ્વરની પુજા અર્ચના કરે છે. જ્યારે પણ આપણે પુજા કરીએ છીએ તો ઘણા મંત્રોનો જાપ કરીએ છીએ. હકીકતમાં હિન્દુ ધર્મમાં મંત્રોચાર નું એક વિશેષ મહત્વ છે અને આપણા બધા મંત્રનું ઉચ્ચારણ ૐ થી જ શરૂ થાય છે. સનાતન ધર્મની પરંપરાઓ અનુસાર ૐ ફક્ત શબ્દો નથી, પરંતુ તેમાં સમગ્ર સંસાર સમાયેલ છે.
આ ફક્ત અત્યાર ની વાત નથી, સદીઓથી આપણા ઋષિમુનિઓએ ફક્ત ૐ નું ઉચ્ચારણ કરીને કઠિન તપ, યોગ અને સાધના દ્વારા પ્રભુના સાક્ષાત દર્શન કરતા હતા. ૐ કોઈપણ ચમત્કારી શબ્દથી ઓછો નથી. જેમાં ઘણા પ્રકારની શક્તિઓ સમાયેલી છે. માન્યતા છે કે ફક્ત ૐ નો જાપ કરવાથી જ ઈશ્વરને મેળવી શકાય છે. તો ચાલો જાણીએ ૐ ની કલ્યાણકારી શક્તિઓ વિશે અને ૐ નું ઉચ્ચારણ કઈ રીતે કરવું જોઈએ.
આ છે ૐ નું પૌરાણિક મહત્વ
સનાતન ધર્મનું માનવામાં આવે તો ૐ નાં ઉચ્ચારણ માં સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન છુપાયેલું છે. ફક્ત ૐ નાં જાપ દ્વારા જ પરમપિતા પરમેશ્વર પ્રસન્ન થઈ જાય છે અને જીવનના દરેક કષ્ટને દુર કરી આપે છે. પૌરાણિક કથાઓનું માનવામાં આવે તો ૐ ઈશ્વરનાં બધા રૂપોનું એક સંયુક્ત રૂપ છે. ૐ શબ્દમાં જ સમગ્ર બ્રહ્માંડ ટકેલું છે.
ૐ નાં ઉચ્ચારણ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. આ ધ્વનિ વ્યક્તિની સાંભળવાની ક્ષમતાથી ઘણી ઉપર છે. માનવામાં આવે છે કે આ સંસારના અસ્તિત્વમાં આવતા પહેલા જે પ્રાકૃતિક ધ્વનિ ની ગુંજ થઈ હતી, તે ૐ ની જ હતી. એ જ કારણ છે કે તેને બ્રહ્માંડ નો અવાજ પણ કહેવામાં આવે છે.
મહત્વપુર્ણ છે કે ૐ નું ઉચ્ચારણ કરતાં સમયે જ્યારે ‘મ’ ની ધ્વનિ આપણા મુખમાંથી નીકળે તો તેનાથી આપણા મસ્તિષ્ક અને પોઝિટિવ ઉર્જા મળે છે અને તેનાથી વ્યક્તિની માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. ૐ નો જાપ કરવાથી અશાંત મન પણ શાંત અને સ્થિર થવા લાગે છે. ફક્ત ૐ નો આખો દિવસ જાપ કરવાથી તમે પોતાના ઇષ્ટદેવને ખુશ કરીને તેની કૃપા મેળવી શકો છો.
હંમેશા ૐ નો ઉચ્ચારણ કરતા સમયે આ વાતોનું ધ્યાન રાખો
ૐ નું ઉચ્ચારણ કરતાં પહેલાં પોતાના મનને સ્થિર કરો. ૐનું ઉચ્ચારણ હંમેશા ખુલ્લા અને સ્વચ્છ વાતારણમાં કરવું જોઈએ. ૐ નું ઉચ્ચારણ કરવાથી તમારો શ્વાસ ઝડપી બની જાય છે. તેમાં ખુલ્લા સ્થાન પર તેનો ઉચ્ચારણ કરવાથી સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે.
તમે ૐ નું ઉચ્ચારણ પદ્માસન, વજ્રાસન, સુખાસન વગેરે મુદ્રામાં બેસીને કરી શકો છો. તેની સાથે જ ૫, ૭, ૧૧ અથવા ૨૧ વખત ૐનું ઉચ્ચારણ કરવું સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તમે પુજાનાં સમયે વિશેષ રૂપથી ૐ નો જાપ પોતાના હિસાબથી કરો અને ભગવાનની કૃપા મેળવી શકો છો. તેને આજથી જ કરવાનું શરૂ કરી દો.